કેવી રીતે થાય છે સાયબર ક્રાઇમ? કેવી રીતે બચવું? શું છે 1930?

રાજકોટ :

*આધુનિક યુગમાં અલગ-અલગ પ્રકારે થતા સાયબર ક્રાઇમના બનાવોમાં ભોગ બનનારે ગુમાવેલ નાણા સાયબર હેલ્પ લાઈન નંબર – ૧૯૩૦ દ્વારા વિવિધ બેંક એકાઉન્ટમાં ફિ્ઝ/હોલ્ડ કરાવતી ગુજરાત રાજય પોલીસ*

------------

  ભારત સરકારના ગૃહ  વિભાગ દ્વારા NCCRP પોર્ટલ શરુ કરવામાં આવેલ જેના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ છે.  અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ દ્રારા સદર હેલ્પલાઇન નંબરનો રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહોળો પ્રચાર-પ્રસાર કરી જે કોઇ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમનો કે નાણાકીય ફ્રોડનો ભોગ બને કે તુર્તજ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરીયાદ નોંધાવવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અરજદારો દ્રારા ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરીયાદમાં અલગ-અલગ કુલ ૨૮ પ્રકારની એમ.ઓ. માં સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગરનાઓ દ્વારા કુલ-૫૩૨૭૯ ફરીયાદો પર જરૂરી તથા ત્વરીત કાર્યવાહી કરી ફરીયાદીના ફ્રોડમાં અંકે કુલ રૂ ૫૦૩,૯૧,૨૮,૪૭૮/- જેટલી માતબાર રકમને વિવિધ બેંકોમાં ફ્રિઝ/હોલ્ડ કરાવી ગુજરાત પોલીસ દ્રારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. 

  ઉપરોકત કુલ ૨૮ પ્રકારની એમ.ઓ. વાઇઝ મળેલ ફરીયાદમાં ફ્રિઝ/હોલ્ડ કરાવેલ નાણાની વિગત આ નીચે મુજબ છે. 

ક્રમ સાયબર ક્રાઇમની એમ.ઓ. કુલ ફરીયાદો ફ્રિઝ/હોલ્ડ કરાવેલ નાણા

1 નકલી ઓળખ આપીને થતી છેતરપીંડી 12663 501732487

2 શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થતી છેતરપીંડી 6227 2505288855

3 ક્રેડીટ/ડેબીટ કાર્ડ દ્વારા થતી છેતરપીંડી 5661 317607897.5

4 ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદીના નામે થતી છેતરપીંડી 4038 153191240.7

5 ઓ.ટી.પી. આપ્યા વગર થતી છેતરપીંડી 3654 197666505.9

6 લોનના નામે થતી છેતરપીંડી 2727 117037839.2

7 અજાણી લીંન્ક દ્રારા થતી છેતરપીંડી 2449 137800347.6

8 નોકરીની આપવાની લાલચના બહાને થતી છેતરપીંડી 1963 111873771.8

9 બુકીંગ દ્રારા થતી છેતરપીંડી 1701 48095734.6

10 ફેઇસબુક પર ખોટી ઓળખ ઉભી કરી થતી છેતરપીંડી 1436 51601595.53

11 વોટ્સઅપ પર ટાસ્ક આપી કમાણીની લાલચના બહાને થતી છેતરપીંડી 1158 299963075.8

12 ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ગુગલમાં સર્ચ કરતા થતી છેતરપીંડી 918 52426648.15

13 ઓ.ટી.પી. મેળવીને થતી છેતરપીંડી 863 50964340.77

14 ન્યુડ વીડીયોકોલ દ્રારા બલેકમેઇલ કરી થતી છેતરપીંડી 802 67648181.88

15 પેન્સીલ પેકીંગ કરી કમાણી કરવાના બહાને થતી છેતરપીંડી 622 9889092.1

16 સોસીયલ મીડીયા મારફતે થતી છેતરપીંડી 510 62682027.2

17 OLX સાઇટ પર વસ્તુ વેચાણ બાબતે થતી છેતરપીંડી 432 14684948

18 વિવિધ સ્કીમોમાં કેસબેક મળશે તેવા બહાને થતી છેતરપીંડી 421 6645019.5

19 KYC અપડેટ કરવાના બહાને થતી છેતરપીંડી 320 20145617.31

20 ઓનલાઇન મુલાકાત બાદ ગિફ્ટની લાલચમાં થતી છેતરપીંડી 315 16824318.55

21 લોટરી ઇનામ લાગવાના બહાને થતી છેતરપીંડી 226 10589437

22 Tours & Travels ટીકીટ બુકીંગના નામે થતી છેતરપીંડી 207 6096728.76

23 ESCORT સર્વિશના નામે થતી છેતરપીંડી 144 4415510.4

24 વિમા પોલીસીના નામે થતી છેતરપીંડી 118 26821868.4

25 વિજળી બીલ ઓનલાઇન ભરવા બાબતે થતી છેતરપીંડી 68 6063085.38

26 Blackmail દ્રારા થતી છેતરપીંડી 59 20344826.45

27 લગ્ન વિષયક પ્રલોભન આપી થતી છેતરપીંડી 34 723049.9

28 અન્ય પ્રકારે થતી છેતરપીંડી 3543 220304427.2

કુલ 53279 503,91,28,478

૨૦૨૪ - ચાલુ વર્ષે જાન્યુઆરી થી મે સુધીમાં  ( Put on Hold ) 110,80,34,546


સાયબર ક્રાઇમ એમ.ઓ.ની ટુંકી માહીતીઃ- 

નકલી ઓળખ આપીને થતી છેતરપીંડી – ઓનલાઈન વ્યક્તિની ખોટી ઓળખ ઉભી કરીને સામેવાળા વ્યક્તીની વ્યક્તીગત માહિતી તથા નાણાકીય માહિતીનો અનધિકૃત ઉપયોગ કરી છેતરપીંડી આચરવામાં આવે છે. 

શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થતી છેતરપીંડી - વધુ નફાની લાલચ આપીને શેરબજાર કે અન્ય કોઈ સ્કીમમાં નાણાં રોકીને છેતરપિંડી આચરવામાં આવે છે. 

ક્રેડીટ/ડેબીટ કાર્ડ દ્વારા થતી છેતરપીંડી – સાયબર ગઠીયાઓ કોઈ બીજા વ્યક્તિના ક્રેડિટ/ડેબીટ કાર્ડની માહિતીની ચોરી કરે છે અને તેનો ઉપયોગ પોતાના નાણાકીય લાભ માટે કરી છેતરપિંડી આચરે છે.  

ઓનલાઇન પ્લેટફોર્મપરથી ખરીદીના નામે થતી છેતરપીંડી - સ્કેમર્સ કાયદેસર ઑનલાઇન વિક્રેતા હોવાનો ઢોંગ કરે છે અથવા નકલી વેબસાઇટ અથવા અસલી રિટેલર સાઇટ પર નકલી જાહેરાત સાથે લોભાવીને છેતરપિંડી આચરવામાં આવે છે.

ઓ.ટી.પી. આપ્યા વગર થતી છેતરપીંડી:- સાયબર ગઠીયાઓ વ્યક્તીઓના કાર્ડની માહિતી મેળવી OTP આપ્યા વિના આંતરરાષ્ટ્રીય ટ્રાનઝેકશન કરી છેતરપિંડી કરે છે.  

લોનના નામે થતી છેતરપીંડી:- કોઈ વ્યક્તિ નકલી એપ્લિકેશન અથવા ચાઈનીઝ એપ્લિકેશનથી લોન લે છે, ત્યારે છેતરપિંડી કરનાર વ્યક્તિની અંગત માહિતી ફોનમાંથી મેળવે છે અને તે માહિતીનો બ્લેક્મેલ કરવા દુરુપયોગ કરી વધુ પૈસાની માંગ કરવામાં આવે છે.

અજાણી લીંન્ક દ્રારા થતી છેતરપીંડી – સાયબર ગઠિયા ઓરીજીનલ જેવી જ બનાવટી ભળતી લિંક બનાવે છે. જે લિંક એસ.એમ.એસ., ઇ-મેઇલ, સોશિયલ મીડિયા દ્વારા મોકલે છે. તે લિંકને ક્લિક કરતા વેબસાઇટ ઓપન થાય છે જે ઓરીજીનલ જેવી જ દેખાય છે. બેન્કની તેમજ પર્સનલ માહિતી આવી બનાવટી લિંક દ્વારા મેળવી નાણાંકીય છેતરપીંડી કરે છે.

નોકરી આપવાની લાલચના બહાને થતી છેતરપીંડી -  સાચી વેબસાઈટને ભળતી નકલી વેબસાઈટ બનાવી સાયબર ગઠિયાઓ નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન, ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને તેમનો વિશ્વાસ કેળવીને જુદી-જુદી પ્રોસેસીંગ ફી ના બહાના હેઠળ નાણાં પડાવીને વ્યક્તિને માનસિક તથા આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે.

બુકીંગ દ્રારા થતી છેતરપીંડી - સાયબર ગઠિયાઓ દ્વારા બૂકિંગ માટેની ઓરીજલ જેવી જ ભળતી નકલી વેબસાઇટ (હોટેલ બુકિંગ વેબસાઇટ, પ્રવાસી વેબસાઇટ વગેરે) બનાવીને છેતરપિંડી કરવામાં આવે છે.

ફેઇસબુક પર ખોટી આઇડેન્ટીટી ઉભી કરી થતી છેતરપીંડી - સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવી વ્યક્તિની છબી ખરાબ કરી માનસિક હેરાન કરવામાં આવે છે તેમજ નાણાની માંગણી કરે છે.

વોટ્સઅપ પર ટાસ્ક આપી કમાણીની લાલચના બહાને થતી છેતરપીંડી - 'ટાસ્ક સ્કેમ'માં આ ઑફર્સમાં ઘણીવાર રોકાણ પર અવાસ્તવિક વળતર અથવા વીડિયો જોવા, ફોર્મ ભરવા અથવા સમીક્ષાઓ લખવા જેવા સરળ કાર્યોનો સમાવેશ થાય છે. સ્કેમર્સ શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે નાની રકમ ચૂકવે છે, પછી પીડિતોને વધુ વળતરનું ખોટુ વચન આપીને મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરે છે. આખરે, જ્યારે છેતરપિંડી કરનારાઓનો સમ્પર્ક નથી થતો ત્યારે પીડિતોને ખ્યાલ આવે છે કે તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ગુગલમાં સર્ચ કરતા થતી છેતરપીંડી - ગુગલમાં સર્ચ કરતા ભળતા નામથી ખોટી વેબ સાઈટ બનાવી, ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી છેતરપીંડી કરે છે. 

ઓ.ટી.પી. મેળવીને થતી છેતરપીંડી  - કોઇ ને કોઈ રીતે વ્યક્તીને વિશ્વાશમાં લઈ, તેઓ પાસેથી ઓ.ટી.પી. મેળવી છેતરપીંડી આચરવામાં આવે છે. 

ન્યુડ વીડીયોકોલ દ્રારા બલેકમેઇલ કરી થતી છેતરપીંડી - વિશ્વાસમાં લઇને સાયબર ગઠિયા ન્યુડ બની વિડીયો કોલ કરે છે અને સામેની વ્યક્તિને ન્યુડ થવા ફરજ પાડે છે. સ્ક્રીન રેકોર્ડીંગ એપ્લીકેશનથી વિડીયો રેકોર્ડ કરે છે પછી ન્યુડ વિડીયો તમારા ફ્રેન્ડસને મોકલવાની ધમકી આપી નાણાંની માંગણી કરે છે. 

સોશીયલ મીડીયા માફરતે થતી છેતરપીંડી - સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવી તેના ફ્રેન્ડ લીસ્ટના વ્યક્તિ પાસે નાણાની માંગણી કરી છેતરપીંડી કરે છે. 

OLX સાઇટ પર વસ્તુ વેચાણ બાબતે થતી છેતરપીંડી - OLX પર સાયબર ગઠિયાઓ વેચનાર બની વસ્તુની સસ્તી કિંમતની જાહેરાત મુકે છે. અને ખરીદનાર બની ઉંચા ભાવે વસ્તુ ખરીદવા તૈયાર થાય છે.નાણાંની ચુકવણી કરવા માટે આર્મી મેનની ઓળખ આપી વિશ્વાસમાં લે છે તેમજ પે રીક્વેસ્ટનો ઉપયોગ કરી QR કોડ મોકલી નાણાંકીય છેતરપીંડી આચરે છે. 

KYC અપડેટ કરવાના બહાને થતી છેતરપીંડી - KYC અપડેટ કરવાના બહાને બેંક ઓફીસરની ઓળખ આપી બેંક એકાઉન્ટને લગતી તમામ માહિતી મેળવી છેતરપીંડી કરવામાં આવે છે.

ઓનલાઇન મુલાકાત બાદ ગિફ્ટની લાલચમાં થતી છેતરપીંડી - સાયબર ગઠિયાઓ ઓનલાઈન ડેટીંગ એપમાં મળ્યા બાદ એકબીજાને ગિફ્ટ આપવાની લાલચમાં છેતરપીંડી કરતા હોય છે. 

લોટરી ઇનામ લાગવાના બહાને થતી છેતરપીંડી - સાયબર ગઠિયાઓ લોટરીની લોભામણી સ્કીમની લાલચ આપી છેતરપીંડી કરતા હોય છે. 

Tours & Travels ટીકીટ બુકીંગના નામે થતી છેતરપીંડી - ફેક વેબસાઈટ અથવા ફ્રોડ નંબર દ્વારા બૂકીંગ લઈ છેતરપીંડી કરતા હોય છે. 

વિમા પોલીસીના નામે થતી છેતરપીંડી -  સસ્તા ભાવે વિમા પોલીસી ઉતારવાની લાલચે છેતરપીંડી કરતા હોય છે. 

વિજળી બીલ ઓનલાઇન ભરવા બાબતે થતી છેતરપીંડી - સાયબર ગઠિયાઓ કોઈ પણ પ્રકારે નાગરીકોના મોબાઈલ નંબર મેળવી તમારુ ઈલેક્ટ્રીસીટી કનેકશન કપાઈ જશે તેઓ ડર બતાવી તેમજ પોતે બનાવેલ ઓનલાઈન લીંક મોકલી ડીટેઈલ મેળવી છેતરપીંડી કરતા હોય છે.  

લગ્ન વિષયક પ્રલોભન આપી થતી છેતરપીંડી - સાયબર ગઠિયાઓ લગ્ન કરવા ઇચ્છુક લોકોનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને તેમનો વિશ્વાસ કેળવી નાણાં પડાવતા હોય છે તથા વ્યક્તિને માનસિક તથા આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે.