'જાગો ગ્રાહકો જાગો ખુલ્લી લૂંટ મચી છે' 

રાજકોટ :  તમે કોઈ તકલીફ ન હોય પરંતુ સાવચેતી માટે માત્ર ચેકઅપ કરાવવા જાઓ અને સીધા સર્જરીની તૈયારી શરૂ કરી દેવાય તો કેવી અનુભૂતિ થાય? તેવું જ એક ઓટો કંપનીના ઓથોરાઈઝડ સર્વિસ ડીલરને ત્યાં થયુ છે ! 

પરિવારમાં વાહનો કાયમ ટીપટોપ રાખવાની ટેવ, કોઈ તકલીફ હોય કે ન હોય નિયમિત સર્વિસ અને મેન્ટેનન્સ કરાવવામાં આવે, ચોમાસુ માથે છે એટલે એક પછી એક વાહન કંપનીમાં સર્વિસમાં મૂક્યુ પરંતુ આશ્ચર્ય વચ્ચે ઍક્સેસની સર્વિસમાં 'જોર નો ઝટકો' જોરથી લાગ્યો !