રાજકોટમાં જાહેર પરિવહનમાં ડીઝલ બસોની વિદાય : CNG બસોનું આગમન

રાજકોટ :

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે શહેરમાં ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસનાં સ્થાને સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત સિટી બસ ચલાવવામાં આવશે.

આજે ૨૦-મી જુન,૨૦૨૪ના રોજ ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા સંચાલિત ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ’માં ૫૨(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસનાં સ્થાને ૫૨(બાવન) નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત સિટી બસનું લોકાર્પણ 

****

નવી ૫૨(બાવન)પૈકી ૧૦(દસ) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત સિટી બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) રાજકોટના સાંસદ રૂપાલાના હસ્તે 

****

આગામી દિવસો વધુ નવી ૪૮(અડતાલીસ)સી.એન.જી. ફ્યુઅલ સંચાલિતસિટી બસ શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરિત એસ.પી.વી. ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા સંચાલિત ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’થી  શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ ૫૨(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ ૬૫ ઇલેક્ટ્રિક બસ(૨૦ બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ૪૫) ચલાવવામાં આવે છે.  

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપેહાલમાં કાર્યરત ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરેલ.જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા શહેરી બસ સેવા માટે ૧૦૦ નોન એ.સી. સી.એન.જી. મીડી બસ (ડ્રાઈવર તથા કંડકટર સહિત)ના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસકોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટઆપવામાંઆવેલ છે. આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, કન્ડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે ૦૮(આઠ) વર્ષ ચલાવવા માટે ૧૦૦ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ જણાવેલ છે.

જે અંતર્ગત એજન્સી દ્વારા પ્રથમ તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત ૫૨(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી ૫૨(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે.ન

નવી ૫૨(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્વરૂપે ૧૦(દસ) બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) તા.૨૦ મી જુન,૨૦૨૪ના રોજ સાંજે ૬:૧૫ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી રાજકોટના સાંસદ રૂપાલાના હસ્તે કરવામાં આવનાર છે. શહેરમાં ૫૨(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી ૫૨(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થશે.

દાવો :

શહેરમાં નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાં  સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.