રાજકોટ :
ICCC ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે સ્ટોર્મ વોટરના કેચપીટની સફાઈ અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર
*
ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી: સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના
*
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એ તા.૨૮-૦૬-૨૦૨૪ના રોજ ચોમાસા દરમ્યાન ICCC ખાતે શરૂ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે તથા આસપાસના વિસ્તારમાં સ્ટોર્મ વોટર કેચપીટની સફાઈ કામગીરી અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનર એ ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી તેમજ સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ચોમાસા દરમ્યાન પાણી ભરાવા અંગે નાગરિકો દ્વારા આવતી ફરિયાદો અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર એ ICCC ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી વિગતો મેળવી હતી. નાગરિકો દ્વારા કેવા પ્રકારે ફરિયાદો આવે છે અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે તેની પણ માહિતી મેળવી હતી.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન નાગરિકોને પાણી ભરાવા અંગે ફરિયાદ હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧ – ૨૨૨૮૭૪૧ અને ૦૨૮૧ – ૨૨૨૫૭૦૭ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી ખાતે સ્ટોર્મ વોટર પાણી ભરાવાની ફરિયાદ અનુસંધાને મુલાકાત કરી મ્યુનિસિપલ કમિશનર એ વગળ ચોકડી અને સિલ્વરગોલ્ડ પાર્ક રેસીડેન્સી પાસે સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારી ને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર એ માધાપર ગામ વોર્ડ નં.૩માં ડ્રેનેજ લાઈનના કામની મુલાકાત લઈ જરૂરી રિસ્ટોરેશન વર્ક માટે SOP તૈયાર કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર ની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. અતુલ રાવલ, કુંતેશ મેતા, ડી.ઇ.ઇ. એચ. એમ. કોટક અને પાર્થ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.