ઈમાનદાર રાજકોટવાસીઓએ ચૂકવ્યો ₹ 244.45 કરોડનો વેરો

રાજકોટ :

વર્ષ-૨૦૨૪માં તા:-૦૧-૦૪-૨૦૨૪ થી તા:-૩૦-૦૬-૨૦૨૪ દરમ્યાન કુલ-૩,૨૯,૭૨૪ કરદાતાઓએ કુલ રૂ.૨૪૪.૪૫ કરોડના વેરાની ભરપાઇ કરી

********************************* 

ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ.૩૨.૭૨ કરોડની વધુ આવક

તારીખ:૦૧-૦૭-૨૦૨૪

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ-૨૦૨૪માં તા:-૦૧-૦૪-૨૦૨૪ થી તા:-૩૦-૦૬-૨૦૨૪ દરમ્યાન કુલ-૩,૨૯,૭૨૪ કરદાતાઓએ કુલ રૂ.૨૪૪.૪૫ કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા ૯૩,૪૪૦ કરદાતાઓએ વેરો કુલ રૂ.૯૬.૨૭ કરોડ અને ઓન લાઇનના દ્વારા ૨,૩૬,૨૮૪ કરદાતાઓએ કુલ રૂ.૧૪૮.૧૮ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૪.૧૨ કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે. 

વર્ષ-૨૦૨૩ તારીખ:-૦૧-૦૪-૨૦૨૩ થી તારીખ:-૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં કુલ ૩,૦૯,૧૮૮ કરદાઓએ કુલ રૂ.૨૧૧.૭૩ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા ૧,૦૨,૦૯૪ કરદાતાએ વેરો કુલ રૂ.૮૪.૫૭ કરોડ અને ઓન લાઇન દ્વારા ૨,૦૭,૦૯૪ કરદાતાઓએ કુલ રૂ.૧૨૭.૧૬ કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૨૧.૬૩ કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. રૂ.૨.૩૯ કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તથા ગત વર્ષ કરતાં રૂ.૩૨.૭૨ કરોડની વધુ આવક તથા ૨૦,૫૩૬ નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે.